મોરબી સિવિલમાં હોસ્પિટલમાં સેવાભાવી ગ્રુપ દ્વારા દરરોજ કઢી-ખીચડી પિરસાશે

- text


માતૃશ્રી વિરબાઈમા માનવ સેવા તથા ગૌ સેવા મંડળ દ્વારા આજથી જ ભોજન પીરસવામાં આવશે

મોરબી : મોરબીમાં માતૃશ્રી વિરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા આજથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સાંજે કઢી-ખીચડીનો પ્રસાદ જમાડવાની શરૂઆત કરવામાં આવશે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં બહારથી શ્રમિક વર્ગ સહિતના અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ દર્દીઓ અને સાથે આવતા સગાસંબંધીઓને બહાર જમવાની તકલીફ પડતી હોય છે ત્યારે આવા જરૂરિયાતમંદ લોકો માટે આજથી માતૃશ્રી વિરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવાના સ્થાપક અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન એ. કક્કડ દ્વારા સાંજે કઢી-ખીચડીનો પ્રસાદ જમાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા પ્રસંગોમાં વધેલું ભોજન એકત્ર કરીને ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે અને સાથે જ ગાયો માટે ઘાસચારો, શ્વાન માટે રોટલા એકઠાં કરીને રસ્તે જતી ગાયો અને નંદી મહારાજને ખવડાવવામાં આવે છે. તેથી વધેલુ ભોજન અને ઘાસચારો આપવા માટે મો.નં. 9023104446, 7433828555 પર અલ્પાબેન એ. કક્કડનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text