મોરબીમાં બેબી ફૂટબોલ લીગમા કીક મારતા 200 ખેલાડીઓ

- text


ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF બ્લુ ક્લબ લીગનું મોરબીમાં આયોજન, અદાણીએ સ્પોન્સર શિપ આપી

મોરબી : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF બ્લુ ક્લબ લીગ એટલે કે બેબીલીગનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 જેટલી ટીમના 200 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ખાતે 12વર્ષથી નાની ઉંમરના ખેલાડીઓ માટે ફૂટબોલ બેબીલીગનું આયોજન કરાયું છે જેને અદાણી ગ્રુપ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. મોરબી ખાતે રમાઈ રહેલી ફૂટબોલ બેબીલીગમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. રનરઅપ ટીમ અને વિજેતા ટીમ બન્નેના ખેલાડીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવી હતી.આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર ડો. દેવેનભાઈ રબારી , જિલ્લા રમતગમત અધિકારી ભીલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફૂટબોલ બેબીલીગના આયોજન પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારીએ મોરબીના ખેલાડીઓ માટે મોરબીમાં જ 18 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની પણ જાહેરાત કરી હતી અને તેના માટે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text