રૂ.31.17 કરોડનો બાકી હાઉસ ટેક્સ વસૂલવા મોરબી પાલિકા આકરા પાણીએ : વધુ એક મિલકત સિલ

- text


180 મિલકતોને આખરી નોટિસ : 10 મિલ્કતોને વોરંટ નોટિસ, 6 માર્ચે મુદત પૂર્ણ થતાં થશે આકરી કાર્યવાહી 

મોરબી : મોરબી પાલિકા રૂ.31.17 કરોડનો બાકી હાઉસ ટેક્સ વસૂલવા આકરા પાણીએ આવી છે. જેમાં આજે સવારે એક મિલકત સિલ કર્યા બાદ વધુ એક મિલકત સિલ કરી છે. વધુમાં બાકીદારોને ટેક્સ ભરપાઈ કરી દેવા પાલિકા દ્વારા ખાસ સૂચના પણ જારી કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ હાઉસ ટેક્સ વિભાગના માંગણાના 75 હજારથી વધુ બીલની બજવણી પોસ્ટ તથા રૂબરૂ કરવામાં આવી છે. જેની કુલ ડિમાન્ડ 31.17 કરોડ છે. ગઈકાલ સુધીમાં પાલિકા દ્વારા રૂ. 10 કરોડની વસુલાત કરવામાં આવી છે. આખરી નોટીસ આપવામાં આવી હોય તેવી 180 મિલકત છે.વોરંટ નોટિસ આપી હોય તેવી 10 મિલકત છે. વોરંટ આપી તેની મુદત 6 માર્ચે પુરી થાય છે. ગઈકાલ સુધીમાં 32.08 ટકા વસુલાત થઈ છે.

વધુમાં મોરબી નગરપાલિકા દ્વારા આજે સવારે એક મિલકત સિલ કર્યા બાદ રૂ. 69.65 લાખની વસુલાત માટેવીસી ફાટક પાસે આવેલ મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લી. ની મિલકત પણ સાંજે સિલ કરવામાં આવી છે.

આ ઉપરાંત વ્યવસાય વેરાની ડિમાન્ડ રૂ. 1.55 કરોડ છે. જેમાં વસુલાત 97.68 લાખની થઈ છે. 70 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 934 અરજદારોએ વેરો ભરી દીધો છે. અધર ટેક્સમાં મકાન ભાડાની 12.20 લાખ વસુલાત થઈ છે.

- text

- text