મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં પાણી-ગંદકી બાબતે પાલિકાને ઉગ્ર રજૂઆત

- text


અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોવાનો સ્થાનિકોનો આરોપ 

મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલી સલીમી મસ્જિદ પાસેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી પીવાનું પાણી ન આવતું હોય અને ઠેર ઠેર ગંદકી હોય મહિલાઓએ આજે મોરબી પાલિકા કચેરીએ આવીને ઉગ્ર રજૂઆત કરી હતી.

સલીમી મસ્જિદ પાસે રહેતા રઝિયાબેને રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી પાણી નથી આવી રહ્યું. આ અંગે પાલિકાને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પાણીની તંગીના કારણે રહીશોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. રમજાન મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જો પાણીની સમસ્યા દૂર નહીં થાય તો વધુ મુશ્કેલીઓ પડશે. સાથે જ આ વિસ્તારમાં ગંદકીનો પણ પ્રશ્ન મોટો છે. નિયમિત સફાઈ કરવામાં ન આવતી હોવાથી મસ્જિદે આવતા નમાજીઓને પણ તકલીફ વેઠવી પડી રહી છે. ત્યારે ઝડપથી પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી મહિલાઓની ઉગ્ર માંગ છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ મહિલાઓએ જણાવ્યું હતું.

- text

- text