28 ફેબ્રુઆરીએ મોરબીની નોબલ કિડ્સ સ્કૂલમાં વિજ્ઞાન અને વેપાર મેળો યોજાશે

- text


મોરબી : મોરબીના નઝરબાગ વિસ્તારમાં આવેલી નોબલ કિડ્સ સ્કૂલમાં વિજ્ઞાન અને વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને મોડેલો રજૂ કરવામાં આવશે. સાથે જ વેપાર મેળામાં સ્ટ્રીટ ફૂડ હબનું પણ આયોજન કરાયું છે.

- text

આવતીકાલે તા. 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ નિમિત્તે નોબલ કિડ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા માટે વિજ્ઞાન અને વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને મોડેલો રજૂ કરવામાં આવશે. સાથે જ વેપાર મેળામાં ડેલીસીયસ સ્ટ્રીટ ફૂડ હબનું આયોજન કરાયું છે જેમાં ખાણી-પીણીની મોજ માણી શકશે. આ સાથે જ ફૂલછોડના રોપા, આયુર્વેદિક પ્રોડક્ટ, હરડે, સિકાકાઈ, ગૌમૂત્ર જેવી ઔષધિઓ મળશે. ગાયના છાણમાંથી બનેલી વસ્તુ, લાકડામાંથી બનેલી વસ્તુઓ વગેરે નેચરલ વસ્તુઓ મળશે.

- text