વાંકાનેરના માટેલ નજીક જુના ઝઘડાનો ખાર રાખી બે યુવાનને માર મરાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરી પાસે જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો બે યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસકોન સિરામિક પાસે ઉભેલા ફરિયાદી બળદેવભાઈ કેસરભાઈ ઘેણોજા અને તેના મિત્ર વિક્રમ ઉર્ફે ટકો વીંજવાડિયા રહે.માટેલ વાળાને આરોપી વિપુલ રાઘવભાઈ ભરવાડ રહે.માટેલ અને સંજય મેહુરભાઈ ભરવાડ, રહે. વિરપર તા.વાંકાનેર વાળાએ જુના ઝઘડાના મનદુઃખમાં ગાળો બોલી લાકડી અને પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડતા બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text