મોરબી સહિત ત્રણ જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડના અડધા કરોડના ભંગારની ઓનલાઇન હરરાજી કરાશે

- text


11મી માર્ચ સુધી હરરાજીમાં ભાગ લઈ શકાશે

રાજકોટ : રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરીના સ્ટોરમાં પડેલ અંદાજે 57 લાખથી વધુના ભંગારની ઓનલાઇન હરરાજી કરવામાં આવશે આ માટે સત્તાવાર રીતે ઓનલાઇન ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા સ્ટોર અને હેડ ક્વાટર્સમાં અંદાજે 57.76 લાખની કિંમતનો બિનઉપયોગી મશીનરી સહિતનો માલ પડ્યો હોય બોર્ડ દ્વારા ઓનલાઇન હરરાજી કરી ભંગારનો નિકાલ કરવા નક્કી કરી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અન્વયે તા.11 સુધીમાં ઓનલાઇન અને 12 તારીખે બપોરે ત્રણ કલાક સુધીમાં ટેન્ડર સબમિટ કરવા જણાવવામાં આવ્યું છે.

- text