મોરબીમાં ગારા કીચડ ખૂંદી શાળાએ જવા બાળકો મજબુર

- text


લાયન્સ નગરમાં ગંદકીના ગંજથી સ્થાનિકોને ભારે મુશ્કેલીમાં, વહેલી તકે સફાઈ કરવા સામાજિક કાર્યકરની રજૂઆત

મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 11માં લાયન્સનગર વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયા હોવાથી બાળકો ગારા કીચડ ખૂંદી શાળાએ જવા મજબુર બન્યા છે, બીજી તરફ અહીં પ્રાથમિક શાળાની બાજુમાં ભૂગર્ભની કુંડી ઉભરાવવાથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભું થવાની સાથે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. આ અંગે ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સામાજિક કાર્યકરે ફરિયાદ કરી છે.

મોરબી શહેરના શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર 11ના લાયન્સનગર કે જ્યાં પ્રાથમિક શાળાની બાજુમાં જ આંગણવાડી બંધ હોય આ ખાલી જગ્યામાં કચરાના ગંજ ખડકાયા છે. એટલું જ નહીં પ્રાથમિક શાળાના મેઇન ગેટ પાસે ભૂગર્ભ ગટરની કુંડી ઉભરાય છે. આથી લાયન્સનગરના મેઇન રોડ પર જ ગંદકી અને કચરો જોવા મળે છે. આ અંગે ઘણી વખત લેખિત અરજી નગરપાલિકામાં કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. આ વિસ્તારમાં વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

- text

આ ઉપરાંત અહીં કચરા માટેની કોઈ સુવિધા નથી અને પ્રાથમિક શાળાની બાજુમાં જ ગંદકીના ઢગલા જોવા મળે છે. જે નાના બાળકો માટે જોખમ રૂપ છે. બાળકોને ગટરના ગંદા પાણીમાં પસાર થઈને સ્કૂલે જવું પડે છે, ત્યારે આ વિસ્તારમાં વહેલી તકે સફાઈ કરવા સ્થાનિકો વતી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

- text