હળવદના કેદારીયા નજીક બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા 3 ઘાયલ

- text


હળવદ : હળવદ તાલુકાના કેદારીયા નજીક જીજે – 12 – બીઝેડ – 9927 નંબરના ટ્રક ચાલકે જીજે – 13 -જેજે – 0765 નંબરના બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બાઈક ચાલક જયંતીભાઈ પોપટભાઈ ઉપાસરિયા, તેમના પત્ની કૈલાશબેન અને પુત્ર પ્રકાશને ઇજાઓ પહોંચતા અકસ્માતની ઘટના અંગે કૈલાશબેન જયંતીભાઈ ઉપાસરિયા રહે.કેદારીયા ગામ વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text