હળવદના જુના રાણેકપર ગામે દેશી-વિદેશી દારૂ વેંચતા બે ઝડપાયા

- text


દારૂનો જાહેરમાં વેપલો કરતો શખ્સ ફરાર થઇ જતા ત્રણ વિરુદ્ધ ગુન્હો

હળવદ : હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે જાહેરમાં દેશી – વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સને દબોચી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી જતા ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના રાણેકપર ગામના ઝાપા પાસે આરોપી નવઘણભાઈ ગણેશભાઈ ઊડેચા, રાજુ નવઘણભાઈ ઊડેચા તેમજ ગોપાલભાઈ કરશનભાઇ ખંભાળીયા જાહેરમાં દેશી – વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી આરોપી નવઘણભાઈ ગણેશભાઈ ઊડેચા અને રાજુ નવઘણભાઈ ઊડેચાને દબોચી લીધા હતા. જ્યારે દારૂનું વેચાણ કરતો આરોપી ગોપાલ નાસી જતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text