કેમિકલ ઠાલવવાના પ્રકરણમાં ઘૂંટુના ગ્રામજનો કાલે ગુરૂવારે જીપીસીબી અને પોલીસને આવેદન આપશે

- text


મોરબી : ઘૂંટુ ગામ નજીકથી ગ્રામજનો દ્વારા પકડવામાં આવેલ કેમિકલયુક્ત પ્રવાહીના ટેન્કર બાબતે ગ્રામજનો આવતીકાલે તા. 22ના રોજ સવારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી અને તાલુકા પોલીસ મથક ખાતે આવેદનપત્ર આપશે.

મોરબી તાલુકાના ઘૂંટુ નજીક ગઈકાલે મોડી રાત્રે એક ટેન્કર ચાલક કેનાલમાં હાનિકારક કેમિકલનો કદળો ઠાલવતો હોવાની જાણ થતા ઘૂંટુ ગામના જાગૃત નાગરિકોએ હલ્લાબોલ કરતા ટેન્કર ચાલક નાસી ગયો હતો.અને બાદમાં ટેન્કરને ઘૂંટુ ગ્રામપંચાયત કચેરીએ લાવી પોલીસ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા શંકાસ્પદ કેમિકલના નમૂના પણ લેવામાં આવ્યા હતા. હવે આવતીકાલે તા.11ને સવારના ગ્રામજનો જીપીસીબી અને તાલુકા પોલીસ સ્ટેશનને આવેદન આપવાના છે.

- text

- text