મોરબીના 22 પીઆઇ -પીએસઆઇ સહીત 300 જવાનો દ્વારકા ખાતે પીએમ બંદોબસ્તમાં

- text


એક ડેપ્યુટી કલેકટર, બે મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પણ દ્વારકા હવાલે

મોરબી : આગામી તા.25ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોય મોરબીના 300 પોલીસ જવાનો ઉપરાંત એક ડેપ્યુટી કલેકટર, બે મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને દ્વારકા ખાતે વિશેષ ફરજ ઉપર મૂકી દેવામાં આવ્યા છે.

આગામી તા.24 અને 25ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ તેમજ દ્વારકાના અન્ય કાર્યક્રમોને લઈ છેવાડાના જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીને લઈ મોરબીના એક ડેપ્યુટી કલેકટર, બે મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને દ્વારકા ખાતે વિશેષ ફરજ માટે મોકલી દેવામાં આવ્યા છે.

- text

વધુમાં દેશના છેવાડાના જિલ્લામાં પૂરતું પોલીસ સંખ્યાબળ ઉપલબ્ધ ન હોવાની સાથે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે મોરબી જિલ્લાના 22 પીઆઇ -પીએસઆઇ સહીત 300 પોલીસ જવાનોને પણ આજથી જ દ્વારકા ખાતે રવાના કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text