ડમ્પર ખાલી કરતા સમયે ઠાઠું વીજ તારને અડી જતા ટ્રકમાં આગ

- text


મોરબી ખોખરા હનુમાન મંદિર નજીક બનેલી ઘટનામાં ફાયર ટીમે આગ બુઝાવી

મોરબી : મોરબી ખોખરા હનુમાનજી મંદિર વાળા રોડ ઉપર ડમ્પર ખાલી કરતી વેળાએ વીજ તારને અડકી જતા ડમ્પરમા આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી.

મોરબી ફાયર બ્રિગેડના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે બપોરે સવા બારેક વાગ્યાના અરસામાં મોરબીના ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર લક્ષ્મી કાંટા પાસે ડમ્પર ખાલી કરતા સમયે ડમ્પરનું ઠાઠું તારને અડી જતા આગ લાગતા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમાં કંટ્રોલરૂમમાં કોલ આવતા ફાયર ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવેલ હતી.

- text

- text