મોરબી પોલીસે 63 લોકોને ખોવાયેલા, ચોરાયેલા મોબાઈલ પરત કર્યા

- text


સીટી એ ડિવિઝન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી ચોરાયેલા અને ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા 

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ ઝુંબેશ હેઠળ ટોટલ 63 જેટલા ખોવાયેલા, ચોરાયેલા મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત આપ્યા હતા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIR માં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખીને ટેકનિકલ વર્કઆઉટ કરીને ખોવાયેલા અને ચોરાયેલા કુલ રૂપિયા 11,51,372 ની કિંમતના 63 જેટલા મોબાઈલ શોધી કાઢીને આ મોબાઇલ મૂળ માલીકને સોંપ્યા હતા. જેમાં રૂ.63,000થી લઈને રૂ.5,000 સુધીના મોબાઈલનો સમાવેશ થાય છે. પોલીસે મોબાઈલ શોધીને પરત આપતા અરજદારોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text