વેરો સમયસર ભરજો નહીં તો મિલ્કત જપ્ત થાશે, મોરબી પાલિકાએ ધોકો પછાડ્યો

- text


મહાનગર પાલિકા બને તે પૂર્વે જ લોકોને વ્યાજના ભારણ વગર મિલ્કત વેરો અને વ્યવસાય વેરો ભરી જવા તાકીદ

મોરબી : વહીવટદાર રાજમાં મોરબી નગરપાલિકાની વેરા વસુલાત કામગીરીને માઠી અસર પડી હોય તેવી સ્થિતિ વચ્ચે 75 હજારથી વધુ મિલ્કત ધારકો પૈકી ગણ્યાગાંઠયા નાગરિકોએ જ વેરો સમયસર ભર્યો હોય માર્ચ માસ પહેલા વેરાવસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા મોરબી પાલિકાના ચીફ ઓફિસરે કોથળામાં પાનશેરી કહેવત ઉક્તિ મુજબ લોકોને આખરી ચેતવણી આપી મહાનગર પાલિકા બને તે પૂર્વે જ લોકોને વ્યાજના ભારણ વગર મિલ્કત વેરો અને વ્યવસાય વેરો ભરી જવા તાકીદ કરી છે સાથે જ 50 હજારથી લઈ 5 લાખ બાકી છે તેવા મિલ્કત ધારકોની મિલ્કત અઠવાડિયા બાદ સીલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું છે.

મોરબી પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સુશીલ પરમારે બુધવારે પત્રકાર પરિષદ યોજી મોરબી નગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા માટે આગામી અઠવાડિયાથી કડક વસુલાત કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું. ચીફ ઓફસર પરમારે જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં આશરે 75 હજારથી વધારે રહેણાંક તથા બિન રહેણાંક મિલ્કતો આવેલી છે. જેમાં નગરપાલિકા દ્વારા વર્ષ 2023-24 માં 60 હજારથી વધારે વેરાના માંગણા બીલ મોકલી આપવામાં આવેલ છે. વધુમાં કુલ 31.80 કરોડ બાકી વેરા પૈકી ચાલુ વર્ષમાં 8.50 કરોડની જ વસુલાત થવા પામી છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબી નગરપાલિકા મટી મહાનગરપાલિકા બને તે પૂર્વે તમામ મિલ્કત ધારકો વ્યાજના ભારણથી બચી સમયસર વેરો ભરી જાય તે જરૂરી છે, સાથે જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયાથી રૂપિયા 50 હજારથી 5 લાખ સુધીની મોટી રકમ બાકી છે તેવા અંદાજે 1200 જેટલા આસામીઓની મિલ્કત જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જે માટે બે ટીમોની રચના પણ કરવામાં આવી છે. જેથી નગરપાલિકા દ્વારા કોઈ પણ કાયદાકીય પગલાઓ ભરવા પડે તે પહેલા લોકોને તેના બાકી વેરાઓ તાત્કાલિક ભરી આપવા નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબી નગરપાલિકા દ્વારા અધતન સફાઈના સાધનોથી સફાઈ કાર્ય તથા ભૂગર્ભ ગટરની ફરિયાદોની નિકાલ માટે આધુનિક મશીનરીથી કામગીરી હાલે કરવામાં આવી રહેલ છે તથા શહેરમાં સ્વચ્છ પાણી વિતરણ વ્યવસ્થાની કામગીરી પણ ખુબ અસરકારક રીતે કરવામાં આવી રહેલ છે. તેમ છતાં જો મોરબી નગરપાલિકાના કોઈપણ વિભાગ સબંધિત ફરિયાદ હોય કર્મચારીઓના નામ અને વિભાગો સાથે મોબાઈલ નંબર પણ જાહેર કરાયા છે.


નગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારવા મોબાઈલ નંબર જાહેર કરાયા

મોરબી નગરપાલિકા દ્વારા જુદા જુદા વિભાગોની ફરિયાદ નિવારવા માટે અલગ અલગ કર્મચારીઓના નામ સાથે મોબાઈલ નંબર જાહેર કરાયા છે જે નીચે મુજબ છે.


વ્યવસાય વેરા માટે : જગદીશભાઈ સોલંકી-9428344407
સફાઈ અંગેની ફરિયાદ માટે : વિજયભાઈ ઇન્ચાર્જ-9638274797
ડોર ટુ ડોર કચરા અંગે ફરિયાદ માટે : પ્રદીપભાઈ વાધેલા – 7016086581
ભૂગર્ભ ગટરની ફરિયાદ માટે -હરેશભાઈ બુચ : 7778879876
સ્ટ્રીટ લાઈટ સંબંધિત ફરિયાદ માટે : સૂર્યકાંત પાટીલ : 8238666244
નગરપાલિકાના વિવિધ વેરાઓ સંબંધિત ફરિયાદ માટે : દલસુખભાઈ પટેલ – 9974800815
નગરપાલિકાના ઇન્ડોર વિભાગ માટે ઇન્ચાર્જ હેડ ક્લાક કનૈયાલાલ જે. કાલરીયા -9879353923


- text