કાલે રવિવારે ઘુંટુ ઔદ્યોગિક વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : આવતીકાલ તારીખ 11/2/2024ના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં રોડ વાઈડનીંગના કામના કારણે વીજ પુરવઠો બંધ રહેશે.

- text

સિમોન ઇન્ડસ્ટ્રીયલ ફીડર (જૂનું લીવા ફીડર) તથા મધુવન ખેતીવાડી ફીડરમાં સવારે ૮ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તેમજ ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વિસ્તારોમાં દર્શાવેલ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text