નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનાર મોરબીનો રાહુલ નશીલી આયુર્વેદિક સીરપકાંડમાં ઝડપાયો 

- text


કોરોના મહામારી સમયે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનાર રાહુલની સંડોવણી ખુલતા મોરબી એસઓજીએ દબોચી લીધો 

મોરબી : કોરોના મહામારી સમયે નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો કારોબાર કરનાર મોરબીનો નામચીન શખ્સ રાહુલ કોટેચા નકલી આયુર્વેદિક નશીલી સીરપ કાંડનો પણ માસ્ટર માઈન્ડ હોવાનો ખુલાસો થવાની સાથે રાજકોટ ક્રાઈમબ્રાન્ચમાં ગુન્હો નોંધાયા બાદ ચાર માસથી રાહુલ કોટેચા નાસતો ફરતો હોય મોરબી એસઓજી ટીમે આરોપીને મોરબી ખાતેથી દબોચી લઈ મોરબી સીટી બી ડિઝન પોલીસને હવાલે કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં આયુર્વેદિક શીરપના નામે નકલી નશાકારક પદાર્થ વેચાણ મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચ પોલીસે ચારેક મહિના અગાઉ નકલી આયુર્વેદિક શીરપનો પર્દાફાશ કરી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો જે ચકચારી પ્રકરણમાં મોરબીનો આરોપી રાહુલ અશ્વિનભાઇ કોટેચા જાતે ઉ.32, રહે. રવાપર ગામ, ઘુનડા રોડ,402-લોટસ,મોરબી વાળો કે જે નાસતો ફરતો હોવાનું અને હાલમાં સામાકાંઠે ડી-માર્ટ નજીક હોવાની બાતમી મોરબી એસઓજી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયાને મળતા એસઓજી ટીમે આરોપી રાહુલ અશ્વિનભાઇ કોટેચાને દબોચી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકને સોંપી આપવા કાર્યવાહી કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી એસઓજી પોલીસના હાથે પકડાયેલ નકલી નશીલી સિરપના આરોપી રાહુલ અશ્વિનભાઇ કોટેચા વિરુદ્ધ મે 2021માં મોરબીમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના ગુન્હામાં પણ સંડોવણી ખુલી હોય પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ સફળ કામગીરી મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઈ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, રસિકકુમાર કડીવાર, હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ માણસૂરભાઈ ડાંગર, અસિફભાઈ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા, તેજપાલસિંહ ઝાલા, અંકુરભાઈ ચાચુ તથા અશ્વિનભાઈ લાવડીયા સહિતની ટીમે કરી હતી.

- text