મોરબીમાં ઘરે જવા વાહનની રાહ જોતા યુવાનને કાર ચાલકે યમલોક પહોંચાડી દીધો 

- text


શનાળા બાયપાસે ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉંભાજી સામે બનેલી ઘટનામાં કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો 

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉંભાજી સામે પોતાના ઘેર જવા વાહનની રાહ જોતા યુવકને હડફેટે લઈ કાર ચાલકે પોતાની કારનું આગલું વ્હીલ ચડાવી દેતા ગંભીર ઇજા પામેલ યુવકનું પ્રથમ મોરબી સીવીલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા યુવકનું મૃત્યુ નિપજયુ હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદ જીલ્લાના વડવા ગામે રહેતા અને ઓરપેટ કોલોનીમાં રહેતા ધવલભાઈ ભાવસિંગભાઈ રાઠોડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કાર ચાલક કિશનભાઇ અશોકભાઇ ભટાસણા, રહે. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બાલાજી એન્જીનીયરીંગ વર્કસમાં કામ કરતો તેમનો નાનો ભાઈ પ્રકાશભાઈ ઘરે આવવા માટે વિરાટ પાઉંભાજી સામે રોડની સાઈડમાં બેઠો હતો ત્યારે કાર ચાલક કિશનભાઇ અશોકભાઇ ભટાસણા, રહે. મોરબી વાળાએ પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી રોડની સાઈડમાં પ્રકાશભાઈ સાથે અથડાવી કારનું આગળનું વ્હીલ પ્રકાશભાઇના માથા ઉપર ચડાવી દેતા પ્રકાશભાઈને માથાના ભાગે તથા જડબાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા જ્યાં ટૂંકી સારવારમાં મોત નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text