આજે મોરબીમાં સતવારા સમાજની વાડી ખાતે પોસ્ટલ યોજના કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના વોર્ડ નંબર 13ના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સોનાગ્રા અને મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસના સહયોગથી આજે તા. 7 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી સતવારા સમાજની વાડી ખાતે પોસ્ટ ઓફિસની વિવિધ યોજના અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘપર શેરી નંબર 6, સતવારા સમાજની વાડીમાં યોજાનાર આ કેમ્પમાં આધાર કાર્ડના સુધારા(મોબાઈલ નંબર) તથા નવા 5 વર્ષ થી નાના બાળકોના આધારકાર્ડ કાઢવા તથા સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડન્ટ ખાતા, ફિક્સ ડિપોઝિટ, રેકરરિંગ ડિપોઝિટ, મહિલા સેવિંગ સર્ટિફિકેટ, સેવિંગ એકાઉન્ટ, કિસાન વિકાસ પત્ર જેવી પોસ્ટ ઓફિસની બચત યોજનાનો લાભ લોકો લઈ શકશે. તેમજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ડિજિટલ પેપરલેસ પ્રીમિયમ ખાતા પણ ખોલી આપવામાં આવશે. વેપારી તથા લારીગલ્લા વાળા માટે મર્ચન્ટ એકાઉન્ટ (ક્યુઆર) કાર્ડ વાળા ખાતા પણ ખોલી આપવામાં આવશે. સાથે જ અકસ્માત વીમો પણ ઉતારી આપવામાં આવશે. કેમ્પમાં આવનારે આધારકાર્ડ, મોબાઈલ સાથે રાખવો, પિતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 ફોટો સાથે રાખવા જણાવાયું છે.

- text