મોરબીના નવ નિયુક્ત ડીડીઓ અને ઉપપ્રમુખની શુભેચ્છા મુલાકાત લેતાં સરપંચ પરિષદના હોદ્દેદારો

- text


મોરબી : આજે 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારોએ મોરબી જિલ્લા પંચાયત ખાતે નવા જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયતના ઉપપ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

- text

ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારો મુકેશભાઈ સખીયા, મુકેશભાઈ શાહ, સરપંચ પરિષદના ઝોન મહામંત્રી સાગરભાઈ ફૂલતરિયા, જિલ્લા પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ અને સરપંચો સહિતના આગેવાનોએ સાથે મળીને મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાની શુભેચ્છા મુલાકાત લીધી. જેમાં મોરબી જિલ્લાને સરકાર સાથે સંકલન કરી વધુને વધુ સુવિધા યુક્ત કઈ રીતે બનાવી શકાય તે સંકલ્પ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

- text