વિદ્યાર્થીઓને રોડ ઉપરથી મળેલા રૂ.9940 મૂળ માલિકને પરત અપાવતી ટ્રાફિક પોલીસ

- text


મોરબી : શક્ત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થીઓને પાંચ દિવસ પહેલા રૂ. 9,940 મળ્યા હતા. જે રૂપિયા બાળકોએ સ્કૂલ સામે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકની કામગીરીમાં કરતા પીએસઆઇ ડી.બી. ઠક્કર તેમજ હેડ કોન્સ્ટેબલ મહાવીર સિંહને આપતા તેઓએ વિવિધ માધ્યમો થકી આ વાત પ્રસરાવી હતી. જે બાદ શક્ત શનાળા ગામના દિનેશભાઈ ખીમશંકરભાઈ ઠાકર ઉં. વ.76એ ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી આ રૂપિયા તેમના હોવાની જાણ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે સ્કૂલ ખાતે તેઓને બોલાવી ખરાઈ કરી સ્કૂલના પ્રિન્સિપાલ રેણુકાબેનની હાજરીમાં પરત આપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

- text

- text