હળવદના કોઈબા નજીક ટ્રેઇલરની ઠોકરે એસટી બસ પલટી, 15 લોકો ઇજાગ્રસ્ત

- text


હળવદ : હળવદના કોઈબા ગામના પાટિયા પાસે ટ્રેઇલર ચાલકે ઠોકર મારતા એસટી બસ પલટી જતા 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એસટી બસને ટ્રેલર ચાલકે અડફેટે લઇ ઠોકર મારતા ઝલોદ મોરબી રૂટની એસટી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હલબદ હોસ્પિટલમાં ખસેડાયા છે.

- text