મોરબીમાં 10મીએ BSNLના વર્કિંગ અને રીટાયર્ડ કર્મચારીઓની વાર્ષિક કોન્ફરન્સ

- text


મોરબી : બીએસએનએલનાં તમામ વર્કિંગ અને રિટાયર્ડ કર્મચારીની વાર્ષિક કોન્ફરન્સ તા.૧૦નાં રોજ સવારે ૮.૩૦ કલાકે શનાળા ગામ પાસે, હોટેલ સ્કાય હટ, રાજપર ચોકડી પાસે રાખેલ છે. આ કોન્ફરન્સમાં બીએસએનએલનાં તમામ કર્મચારી પોતાના પ્રશ્ન રજૂ કરશે અને તેનો યોગ્ય ઉકેલ માટે ઉપરી અધિકારીને રજૂઆત કરશે. આમ ઘણા સમય પછી ભારત સંચાર નિગમના તમામ કર્મચારી ભેગા થઈને અરસ પરસ એક બીજા મળીને શુભેચ્છા પણ પાઠવશે. આ કાર્યક્રમનાં અંતે સૌ સાથે ભોજન લઇને છુટા પડશે .એમ સંયોજક બી. કે.સોનગ્રાની યાદીમાં જણાવાયુ છે.

- text

- text