મોરબીના મહેન્દ્રપરામાંથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળી આવ્યું

- text


મોરબી : મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 1માથી આજે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં અંદાજે સાડા છએક માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મૃત મળી આવતા સ્થાનિક લોકોએ એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃત શિશુના મૃતદેહનો કબજો કઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નવજાત શિશુ પુરુષ હોવાનું જાણવા મળે છે અને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ ઉપરથી તપાસ શરૂ કરી છે.

- text