હળવદ શક્તિ સાગર ડેમનો એક દરવાજો ખોલાશે, 9 ગામોને એલર્ટ કરાયા

- text


હળવદ : હળવદના સુસવાવ નજીક આવેલ શક્તિ સાગર ડેમ એટલે કે બ્રાહ્મણી – 2 ડેમમાં નર્મદા યોજનાના પાણીની આવક સતત ચાલુ હોય હાલમાં ડેમ 100ટકા ભરાઈ જતા એક દરવાજો ખોલવામાં આવનાર છે. ડેમનો દરવાજો ખોલવામાં આવનાર હોય હળવદ તાલુકાના સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપર, મયુરનગર, મિયાણી, ચાડધરા, ટિકર અને માનગઢ ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા તાકીદ કરવામાં આવી છે.

- text

- text