હળવદના બ્રાહ્મણી ડેમમાંથી મળી આવેલ મૃતદેહ અમદાવાદના યુવાનનો હોવાનું ખુલ્યું

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ નજીક આવેલા બ્રાહ્મણી 2 ડેમમાંથી ગઈકાલે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાન અમદાવાદ ઠક્કરબાપા નગરમાં રહેતા પટણી શૈલેષકુમાર હોવાનું ખુલ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના વાલી વારસનો સંપર્ક કરતા મૃતક યુવાન માનસિક અસ્વસ્થ હોવાનું ખુલ્યું હતું જે બાદ હળવદ પોલીસે મૃતદેહનો કબજો તેમના વાલી વારસને સોંપી આપ્યો હતો.

- text

- text