હળવદના વેગડવાવ પાસે સ્કૂલ રીક્ષા પલટી મારી ગઈ : બે ઈજાગ્રસ્ત

- text


સવારે જ ઘેટાંબકરાંની જેમ જોખમી રીતે બાળકો ભરેલી રિક્ષા અને વાનના વિડીઓ વાયરલ થયા હતા

હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદથી હળવદમાં આવેલ મોડેલ સ્કૂલે અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓ ભરેલી રીક્ષા પલટી મારી જતા બે વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ હતી જો કે એકને વધુ ઈજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા માલણીયા ગામેથી વિદ્યાર્થીનીઓ સીએનજી રીક્ષામાં સવાર થઈ હળવદ હાઇવે પર આવેલ મોડલ સ્કૂલ ખાતે અભ્યાસ અર્થે આવી રહી હતી ત્યારે વેગડવાવ નજીક નજીક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હોય જેથી તેઓને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવી હતી જોકે એકને વધુ ઈજા પહોંચી હોય જેથી તેને મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

જ્યારે આજે સવારે જ હળવદમાં સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ સંચાલકોની પૈસા કમાવાની લાલચમાં સ્કૂલ વાહનમાં ઘેટાં બકરાંની જેમ જોખમી રીતે નાના નાના ભૂલકાઓ ભરીને જતા હોવાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાબતે વાલીઓ અને પોલીસ તંત્ર બંને જાગૃત થવાની જરૂર છે.

- text