વાંકાનેરના નવાપરામા જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી સલીમભાઇ નુરશા શેખ, રહે.વાંકાનેર નવાપરા શેરી નં-2, અશરફભાઇ કરીમભાઇ રફાઇ, રહે.મફતીયાપરા ટંકારા અને ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ, રહે.વાંજાવાસ મામલતદાર ઓફીસ પાસે ટંકારા નામના ત્રણ શખ્સોને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,670 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text