મોરબીના ભડીયાદ રોડ ઉપર વિદેશી દારૂની 18 બોટલ સાથે બે પકડાયા 

- text


એલસીબી ટીમે બાતમીને આધારે 555 નળિયાના કારખાનાની ઓરડીમાં દરોડો પાડ્યો, સપ્લાયર ફરાર 

મોરબી : મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ 555 નળિયાના કારખાનાની ઓરડીમાં દરોડો પાડી મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂની 18 બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર શખ્સનું નામ ખોલાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ 555 નળિયાના કારખાનાની ઓરડીમાં દરોડો પાડી આરોપી અનિલ મહેશભાઇ જીજવાળીયા અને ઉદય પ્રભુભાઇ સરવૈયા રહે.મોરબી ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે, વિધાનગર સોસાયટી,મોરબી, નામના શખ્સને વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 10,320ના મુદામાલ સાથે ઝડપી લઈ બન્નેની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો હાર્દિકસિંહ હાલ રહે.મોરબી ભડીયાદ વિધાનગર સોસાયટી, મુળ રહે.થાન વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી હાર્દિકસિંહને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text