મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની 16 ફેબ્રુઆરીએ બેઠક મળશે

- text


મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરવામાં આવશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

- text