હળવદ રોગી કલ્યાણ સમિતિમાં સભ્યોની નિમણૂકની કરાઈ

- text


હળવદ : હળવદ રોગી કલ્યાણ સમિતિમાં સભ્યોની નિમણૂક કરવાની કાર્યવાહી કરવા હળવદ પ્રાંત અધિકારીએ રોગી કલ્યાણ સમિતિ અને સુપરિન્ટેન્ડેન્ટ સબ ડિસ્ટ્રીક્ટ- હળવદના સભ્ય સચિવને જણાવ્યું હતું જેને લઇ ચાર સેવાભાવી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

- text

ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ હળવદ રોગી કલ્યાણ સમિતિમાં ભાવેશભાઈ ચંદુભાઈ મેંઢા, અનસુયાબેન પ્રમોદભાઈ દેથરીયા,ડૉ.બી.ટી માલમપરા અને વિશાલ ઘનશ્યામભાઈ રાવલની નિમણૂક કરવા હળવદ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.જે બાદ પ્રાંત અધિકારી સુશીલ પરમારે રોગી કલ્યાણ સમિતિ અને સુપરિન્ટેન્ડેન્ટ સબ ડિસ્ટ્રીક્ટ- હળવદના સભ્ય સચિવે ઉપરોક્ત ચારેય સભ્યોની નિમણૂકો કરી છે.

- text