મોરબીમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયુ, વાહન વ્યવહારને અસર 

- text


વહેલી સવારે 4 વાગ્યાથી ઝાંકળ વર્ષા શરૂ થતા જીરુંનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતિત બન્યા 

મોરબી : મોરબીમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જવાની સાથે ઝાકળ વર્ષા થતા વાહન વ્યવહારને અસર થવાની સાથે જીરુંનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

દરવર્ષે જાન્યુઆરી માસના અંત ભાગમાં ઝાંકળ વર્ષા થવાની સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જવાની મોસમ શરૂ થાય છે ત્યારે આજે મોરબી શહેર અને જિલ્લામાં મોસમનું સૌથી ગાઢ ધુમ્મસ છવાઈ જવાની સાથે ઝાંકળ વર્ષા શરૂ થતા જીરુંનું વાવેતર કરનાર ખેડૂતોને ભાગદોડ થઇ પડી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 4 વાગ્યા બાદ ઝાંકળ વર્ષા શરૂ થઇ હતી જે સવારે 8થી 8.30 કલાક સુધી રહેતા હાઇવે ઉપર 10 ફૂટ જેટલું આગળ પણ જોઈ શકાય તેમ ન હોય વિઝિબિલિટી ઘટી જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હોવાનું જાણવા મળે છે.

- text

- text