માતૃશ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમની મુલાકાત લેતું એન્ટી હ્યુમન ટ્રાફિક ઈન યુનિટ

- text


મોરબી : મહારાજશ્રી લખધિરજી એનડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમની એન્ટી હ્યુમન ટ્રાફિક ઈન યુનિટ અને સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમ્યાન મહેન્દ્રભાઈ એન.પોપટ(સેક્રેટરી)ની મુલાકાત કરી ને અહીંના બધા વૃદ્ધો જેમાં 12 વૃદ્ધ પિતા અને 6 વૃદ્ધ માતા વિશે માહિતી મેળવવામાં આવી હતી અને બધા જ વડીલોને મળીને તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા. આ દરમ્યાન એન્ટી હ્યુમન ટ્રાફિક ઈન યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વનિતાબેન જી.બોરીચા અને સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવભાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન વાઘેલા હાજર રહ્યા હતા.

- text

- text