મોરબી સબજેલમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી 

- text


મોરબી : મોરબી સબ જેલ ખાતે આજે 26 જાન્યુઆરીના રોજ 75મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અધિકારી કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને તમામ બંદીવાનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

મોરબી સબજેલ ખાતે પ્રજાસતાક પર્વે બંદિવાનો દ્વારા દેશભક્તિને લગતા કાર્યક્રમો જેવા કે, દેશ-ભક્તિ ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, કેરમ, ચેસ, લીંબુ ચમચી, લુડો જેવો સ્પર્ધા યોજી હતી જેમાં બંદીવાન ભાઈઓએ ભાગ લીધો હતો. વિજેતા બંદીવાન ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આમ રાષ્ટ્રીય કાર્યક્રમની ધામ-ધૂમથી ઉજવણી મોરબી સબજેલમાં કરવામાં આવી હતી. જેલમાં સારી કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફનો સહકાર મળ્યો હતો.

- text

- text