મોરબીની રોટરીગ્રામ(અ.) પ્રા.શાળા ખાતે પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

- text


મોરબી: મોરબીના રોટરીગ્રામ(અ.) પ્રાથમિક શાળા ખાતે આજે 75માં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.

પ્રજાસતાક પર્વના અમૃત મહોત્સવ સમા આ કાર્યક્રમની શરૂઆત ગામમાં પ્રભાતફેરીથી કરવામાં આવી હતી જેમાં ગામલોકો અને વાલીગણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. શહીદોની યાદગીરી સાથેના બુલંદ નાદ અને નારા સાથે લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા વાતાવરણનું નિર્માણ થયું હતું. “દીકરીની સલામ દેશને નામ” થીમ અંતર્ગત આ વર્ષ દરમ્યાન ગામમાં જન્મેલ બે દીકરીને તેના માતા-પિતા સાથે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા માટે ગામની સૌથી વધુ ભણેલ દીકરી પાંચોટિયા રીનાબેન શામજીભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સી.આર.સી.માંથી એક શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવતા આ શાળાના મદદનીશ શિક્ષક ગજાનન આદ્રોજાની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થતાં શાળાની શ્રેષ્ઠ કામગીરીમાં એક મોર પિચ્છનો ઉમેરો થયો છે. આ પ્રસંગે ગામના સ્વ.ભાનુબેન નરભેરામભાઈ કોરડીયાની તૃતીય પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજન ચિરાગભાઈ કોરડીયા તરફથી શાળાના બાળકોને નાસ્તો કરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમ શાળાના આચાર્ય મણિલાલ વી.સરડવા દ્વારા જણાવાયું છે.

- text

- text