મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં રંગે ચંગે ઉજવાશે પ્રજાસતાક પર્વ

- text


મોરબી : મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

- text

આગામી તા.26મી જાન્યુઆરીની ઉજવણી અન્વયે જિલ્લામાં હાલથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર તિરંગા જોવા મળી રહ્યા છે, તો લોકોમાં પણ રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી ભવનો લાઈટથી સુશોભિત કરી દેવામાં આવ્યા છે, તો તમામ સ્થળોએ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ – લીલાપર રોડ ખાતે યોજાનાર છે, તો મોરબી તાલુકો કક્ષાનો કાર્યક્રમ ડાયમંડનગર ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાશે. ટંકારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ હરબટીયાળી ગામની પ્રાથમિક શાળા તો વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરતાનપર ગામની પ્રાથમિક શાળામાં યોજાનાર છે. ઉપરાંત હળવદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ દેવીપુર ગામે પ્રાથમિક શાળામાં યોજાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા તેમજ તમામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- text