જયશ્રી રામ ! વેપારીઓને પ્રભુ શ્રીરામની ટાઇલ્સ ગિફ્ટમાં અપાશે

- text


મોરબી સિરામિક એઓશીએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની અનોખી પહેલ, ભગવાન શ્રીરામના ચિત્ર વાળી ટાઇલ્સ વેપારીઓને ગિફ્ટમાં આપશે 

મોરબી : આગામી તા.22મીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ અને સિરામિક એસોસિએશન પ્રમુખ દ્વારા વેપારીઓને પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિ સાથેની ટાઇલ્સ ગિફ્ટ આપવા માટે વિશિષ્ટ ટાઇલ્સનું ઉત્પાદન કર્યું છે.

મોરબી સિરામિક અસોસિયેશન પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાએ અનોખી રામભક્તિ દર્શાવી છે તેઓ દ્વારા તમામ વેપારીઓને શ્રીરામના ચિત્રવાળી ટાઇલ્સ ભેટમાં આપવા માટે પોતાની ફેકટરીમાં જોરશોરથી પ્રભુ શ્રી રામના ચિત્ર વાળી ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કરાયું છે.

- text

વધુમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ અને સેગમ ટાઇલ્સના માલિક એવા મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ફેક્ટરીમાં રામમંદિર મહોત્સવ અંતર્ગત અયોધ્યા રામમંદિર અને ભગવાન શ્રીરામના ચિત્ર વાળી ટાઇલ્સ બનાવી છે અને પોતાના દરેક વેપારીઓને આ ટાઇલ્સ ગિફ્ટમાં આપવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

- text