મોરબીથી અયોધ્યા જનાર RSSના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો.ભાડેશિયાનું સન્માન

- text


ડો. ભાડેશીયા અને તેમના પત્ની ઐતિહાસિક સમારોહમાં હાજરી આપવા આવતીકાલે થશે રવાના 

મોરબી : મોરબીથી આવતીકાલે અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા જનાર RSSના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો.ભાડેશિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં માત્ર મર્યાદિત લોકોને જ અયોધ્યાથી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો. ભાડેશીયા અને તેઓની પત્નીને પણ આ આમંત્રણ મળ્યું હોય આવતીકાલે તેઓ અયોધ્યા જવા રવાના થવાના છે.

ત્યારે મોરબીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યાલય ખાતે આજે તેઓને સન્માનવા માટેનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં પડો અને નારિયેળ આપીને ડો. ભાડેશીયાને શુભેચ્છા આપવામાં આવી હતી. આ વેળાએ કાર સેવકો, આરએસએસના હોદેદારો, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ 1992માં જ્યારે કાર સેવકો અયોધ્યા ગયા હતા. ત્યાં કેવું વાતાવરણ હતું તેના સંસ્મરણો વાગોળ્યા હતા.

- text

- text