19 જાન્યુઆરીનો ઇતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રસિદ્ધ વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિષે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 19 જાન્યુઆરી, 2024ને શુક્રવાર છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવંત 2080, માસ પોષ, પક્ષ સુદ, તિથિ નોમ છે. આજની તારીખે ઇતિહાસના પાનાં ઉપર અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રસિદ્ધ વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિષે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1839 – બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ યમન શહેર એડન પર વિજય મેળવ્યો હતો.

1920 – એલેક્ઝાંડર મિલેરેન્ડે ફ્રાન્સમાં સરકારની રચના કરી.

1927 – બ્રિટને ચીનમાં પોતાની સેના મોકલવાનો નિર્ણય લીધો હતો.

1949 – ઇઝરાયેલને કેરેબિયન દેશ ક્યુબા દ્વારા માન્યતા આપવામાં આવી.

1960 – જાપાન અને અમેરિકા વચ્ચે પરસ્પર સુરક્ષા કરાર પર હસ્તાક્ષર થયા હતા.

1966 – ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની દીકરી ઇન્દિરા ગાંધી ભારતના ત્રીજા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.

1975 – હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો.

1977 – અમેરિકાના મિયામીમાં પ્રથમ વખત બરફ પડ્યો, જે તેના દરિયાકિનારા માટે પ્રખ્યાત શહેર છે.

1986 – પ્રથમ કમ્પ્યુટર વાયરસ ‘C.Brain’ સક્રિય થયો હતો.

1993 – ચેક રિપબ્લિક અને સ્લોવાકિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.

2005 – સાનિયા મિર્ઝા લૉન ટેનિસ ‘ઑસ્ટ્રેલિયા ઓપન’ના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

2009 – સૂર્યશેખર ગાંગુલીએ ‘પાર્શ્વનાથ ચેસ ટાઇટલ’ જીત્યું હતું.

2020 – અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ખાનગી ટ્રેન અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી.

પ્રસિદ્ધ વ્યક્તિઓના જન્મદિવસ

1736 – સ્કોટિશ શોધક ‘જેમ્સ વોટ’

1809 – એડગર ઍલન પો, અમેરિકન લેખક અને કવિ (અ. ૧૮૪૯)

1898 – પ્રખ્યાત મરાઠી સાહિત્યકાર વિષ્ણુ સખારામ ખાંડેકર

- text

1912 – લિયોનિડ કાન્ટોરોવિચ, રશિયન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૮૬)

1919 – ફિલ્મ જગતના પ્રખ્યાત ઉર્દૂ કવિ કૈફી આઝમી

1920 – સંયુક્ત રાષ્ટ્રના પાંચમા મહાસચિવ ઝેવિયર પેરેઝ ડી કુયાર

1935 – બંગાળી ફિલ્મ અભિનેતા સૌમિત્ર ચેટર્જી

1936 – ઝિયાઉર રહેમાન, બાંગ્લાદેશી જનરલ અને રાજકારણી, બાંગ્લાદેશના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૧)

1984 – કરુણ ચંડોક, ભારતીય ફોર્મુલા વન રેસર

પ્રસિદ્ધ વ્યક્તિઓની પુણ્યતિથિ

1597 – મહારાણા પ્રતાપ, ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા (જ. ૧૫૪૦)

1905 – શાંતિનિકેતનના સ્થાપક અને બ્રહ્મ સમાજના સ્થાપક, નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના પિતા અને ભારતીય ફિલસૂફ દેવેન્દ્રનાથ ટાગોર

1960 – દાદાસાહેબ તોરણે, ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૮૯૦)

1990 – ભારતીય વિચારક અને ધાર્મિક નેતા આચાર્ય રજનીશ (ઓશો) (જ. ૧૯૩૧)

1993 – નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)

1995 – હિન્દી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ અશ્ક

2012 – પ્રખ્યાત સંગીતકાર અને ભારતીય અને પશ્ચિમી સંગીતના માસ્ટર, એન્થોની ગોન્સાલ્વિસ

2015 – રાજકીય ચિંતક અને લેખિકા રજની કોઠારી

(ઇન્ટરનેટ પર પ્રાપ્ત વિગતો પરથી સંકલન કરેલું છે.)

- text