મોરબીમાં તા.21મીએ એક શામ રામ કે નામ’ સંગીત સંધ્યા યોજાશે

- text


મોરબી : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજી બીરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં એક અનેરો જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ મોરબી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા તા. 21 જાન્યુઆરીના સાંજે 8:30 કલાકે મોરબીના મધ્યે આવેલા નગર દરવાજા ખાતે ‘એક શામ રામ કે નામ’ લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સંગીત સંધ્યાના કાર્યક્રમને લઈને તા. 19ને શુક્રવારે રાત્રે 9 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટીંગમાં કાર્યક્રમની તૈયારીને લઈને ચર્ચા કરવામાં આવશે. તેમજ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ માટે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે એસોસિએશન પાસેથી સહયોગ નિધી (ફાળો) લેવામાં નહીં આવે. આ કાર્યક્રમ સમગ્ર હિન્દુ સમાજનો હોવાથી તમામ પત્રકારો, દરેક સમાજના પ્રમુખો અને આગેવાનો, ધાર્મિક સંગઠનો, સેવાકીય સંસ્થાઓના સંચાલકો, વિવિધ જ્ઞાતિઓના ચાલતા સેવાકીય મંડળ (યુવક મંડળ), ગણેશ ઉત્સવ સમિતિ તથા આયોજકો, ગરબી મંડળના આયોજકો, મોરબી શહેર તથા નજીકના વિસ્તારોમાં આવતા મંદિરોના પુજારીઓ તથા ટ્રસ્ટીઓ સહીત તમામ સનાતની હિન્દુઓને મિટીંગમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે પુષ્પરાજસિંહ જાડેજા- 9304177777, ભાવેશભાઈ દોશી – 9426942449 પર સંપર્ક કરવાનો રહેશે.

- text