વાંકાનેર જામસર ચોકડી નજીકથી દારૂની 4 બોટલ સાથે યુવાન પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરની જામસર ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે આરોપી મુકેશ મનસુખભાઇ દંતેસરિયા નામના શખ્સને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીને દારૂની આ બોટલ આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે.નાળધરી, તા.મૂળી જિલ્લો સુરેન્દ્રનગર વાળો આપી ગયાની કબુલાત આપતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text