ટંકારાના હીરાપર ગામના પાટિયા નજીક બાઈક હડફેટે યુવાનનું મૃત્યુ

- text


રીક્ષામાં પંચર પડતા ટાયર ચેક કરવા રોડ ઉપર ઉભા રહ્યાને મોત મળ્યું

ટંકારા : ટંકારા – જામનગર હાઇવે ઉપર હીરાપર નજીક રીક્ષામાં પંચર પડતા ટાયર ચેક કરવા રોડ ઉપર ઉતરેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા – જામનગર હાઇવે ઉપર રીક્ષામાં જઈ રહેલા ભરતભાઇ ધરમશીભાઈ પીપરિયા રહે.મોરકંડા જિલ્લો જામનગર નામના યુવાન રીક્ષામાં પંચર પડતા નીચે ઉતરી ટાયર ચેક કરતા હતા ત્યારે જીજે – 36 – AG – 0626 નંબરનું બાઈક લઈને નીકળેલા આરોપી અક્ષય અવચરભાઈ ઢેઢી રહે.સરાયા વાળાએ હડફેટે લેતા ભરતભાઈનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text

- text