મારા રામ અયોધ્યા આવે છે… ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળા બની રામમય

- text


અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શિક્ષકોના સુરે બાળકો ઢોલક, ખંજરીના તાલે રામનામમા લિન બન્યા

ટંકારા : આગામી તા.22મીએ પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ પામેલ ભવ્ય રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર હોવાથી ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે જિલ્લાના આગવી ઓળખ ધરાવતી ટંકારા તાલુકાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને બાળકોએ મારા રામ અયોધ્યા આવે છે… રચનાને સુંદર લયતાલ સાથે રજૂ કરી રામનામમાં લિન થયા હતા.

- text

અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની વિવિધ કાર્યક્રમો યોજી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામની પ્રાથમિક શાળામા બાળકો ઢોલક, ખંજરી સહિતના વાદ્યો વગાડી તેમજ શિક્ષકો દ્વારા મારા રામ અયોધ્યા આવે છે… રચના સુરતાલ સાથે ગાઈને શાળાના વાતાવરણને ખરાઅર્થમાં પવિત્ર મંદિરમાં પરિવર્તિત કર્યું હતું.લખધીરગઢ શાળાના આચાર્ય હીનાબેન દેવમુરારી, શિક્ષક જીવતીબેન પીપલીયા, ધર્મિષ્ઠાબેન માકાસણા, અંજનાબેન, ખ્યાતિ બેન તેમજ જલ્પાબેન સહિતના સ્ટાફ ગણ દ્વારા શાળામાં દરરોજ રામનામના પાઠ ભણાવી બાળકોને ભારતીય સંસ્કૃતિના વારસાનું સુંદર વાવેતર પણ કરી રહ્યા છે.

- text