ટંકારા 22મીએ બનશે રામમય : મહાશોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

- text


દયાનંદ સરસ્વતીજીના શતાબ્દી મહોત્સવ જ્ઞાન જયોતી પર્વની પણ 10મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ ઉજવણી કરાશે

ટંકારા : મર્યાદાપુરૂષોતમ ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ અયોધ્યા મુકામે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ટંકારા શહેરના હિન્દુ સમાજ દ્વારા મહોત્સવ મહામહોત્સવ નામકરણ સાથે 22મી જાન્યુઆરીએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ દયાનંદ સરસ્વતીજીના શતાબ્દી મહોત્સવ જ્ઞાન જયોતી પર્વની પણ 10મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવશે.

22મીએ હિન્દુ સમાજ સ્વયંભુ બંધ રાખી મહાશોભાયાત્રા યોજશે.મહાશોભાયાત્રાનો પ્રારંભ ફુલિયા હનુમાનજી મંદિર દેરીનાકાથી સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને અહીથી રાજબાઈ ચોક ખાતેથી દેરાસર રોડ માર્ગ ઘેટીયા વાસ રામજી મંદિરે જશે. અહીથી ઉગમણા નાકે પસાર થઈ યુવા ચોક ત્રણ હાટડી રામજી મંદિરે જશે. અહીંથી લક્ષ્મીનારાયણ મેઈન રોડથી દાદાની ઝાંખી કરી મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ મહા મહોત્સવનું અયોધ્યા થી લાઈવ પ્રસારણ મોટી સ્કીન મારફતે થશે જ્યા મહા આરતી પુજા અર્ચના કરી મહા પ્રસાદ યોજાશે.

- text

આ મહા મહોત્સવની ઉજવણી સ્વયંભુ રંગ લાગ્યો હોય એમ શુશોભન શ્રીંગાર સ્વચ્છતા સહિતની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. મહોલ્લામાં મિટીગો દરમિયાન પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગોતરા આયોજન રૂપે દરેક ઘરે ભગવો ધ્વજ અને શિરીઝ લગાડશે તથા 22 તારીખે વહેલી સવારે પ્રત્યેક ઘરે દીવડા પ્રગટાવી આશોપાલવના તોરણીયા બાંધી આંગણે રંગોળી કરી ત્યારબાદ સૌ સંયુક્ત કુટુંબ સાથે મહાશોભાયાત્રા માટે એકઠા થશે.

ઉલ્લેખનીય છે ટંકારામાં બે બે ઉત્સવ હોય આર્ય સમાજની કાર્યાલય ઓવરબ્રિજ પુરી થતા રાજકોટ રોડ પર કાર્યાલય ખાતે લાઈટિગ શિરીઝ સામાન્ય કિંમતે ઉપલબ્ધ છે. 10 – 11-12 ફેબ્રુઆરી એ પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો બે શતાબ્દી મહોત્સવ જ્ઞાન જયોતી પર્વ દરમિયાન રોશની અને ઋષિ ગાથાની ધુન મચશે. ઉપરાંત ઘરે ભગવા ઝંડા રાજબાઈ મંદિર પાસેથી લાલાભાઈ ભાટીયા અને રણજીતભા ગઢવી પાસેથી મળી રહશે.

- text