મોરબીમાં સ્વચ્છતા સૈનિકો અને તેમના તેજસ્વી બાળકોનું સન્માન કરાયું

- text


સામાજિક સમરસતા મંચ અને ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા યોજાયો સન્માન સમારોહ

મોરબી : સામાજિક સમરસતા મંચ મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્વચ્છતા સૈનિક એવા કર્મચારીઓના બાળકો તથા સ્વરછતા કર્મી બંધુઓને સન્માનિત કરવા મોરબી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી શહેરમાં વસવાટ કરતા સ્વચ્છતા સૈનિક પરિવારના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા બાળકો તથા સ્વરછતા કર્મી બંધુઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન તા.13ને શનિવારે બપોરે નગરપાલિકા કોમ્યુનિટી હોલ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં સ્વચ્છતા કર્મી પરિવારના

ધોરણ -10થી કોલેજ સુધીના ઉચ્ચ અભ્યાસ કરતા શ્રેષ્ઠ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓ અને સ્વચ્છતાકર્મી બંધુઓ સહિત 50 જેટલા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવેલ હતા.આ સમારોહમાં 300 જેટલા સ્વરછતાકર્મી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં સામાજિક સમરસતા મંચના સહ સંયોજક જતીનભાઈ નાણાવટીએ સામાજિક સમરસતા મંચ દ્વારા થતા સમાજલક્ષી કાર્યો, ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન વૃતાંત, તથા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા મંચ દ્વારા થયેલ કાર્યક્રમો અંગેની રૂપરેખા આપી હતી અને કરશનદાસ બાપુ (કબીર આશ્રમ – રોહીદાસપરા) દ્વારા સામાજિક સમરસતા તથા પ્રવર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ તેમજ વ્યશનના દૂષણથી સમાજને દુર રહેવા જેવા વિષયો પર માર્ગદર્શન આપેલ હતું. સાથે સાથે એલસીબી પીઆઇ દિપકભાઈ ઢોલ દ્વારા શિક્ષણનું જીવનમાં કેટલું મહત્વ ? વિદ્યાર્થી શિક્ષણથી વંચિતના રહે એ માટે ઉપસ્થિત પરિવારજનોને ટકોર કરેલ હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેશભાઈ બોપલિયા દ્વારા ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા થતા કાર્યોની માહિતી આપી હતી. કિશોરભાઈ મોરડિયા દ્વારા વ્યક્તિગત ગીત તથા હિરેનભાઈ સંઘાર દ્વારા કલ્યાણ મંત્ર અને દિનેશભાઇ વિડજા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text