હળવદ શહેરમાં આવી ચડેલા દુર્લભ ઝરખનો મૃતદેહ મળી આવતા ચકચાર 

- text


હળવદ- અમદાવાદ હાઇવે ઉપર ત્રણ રસ્તા પાસેથી મૃતદેહ મળી આવતા વન વિભાગે પીએમ કરવા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો 

હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં બે દિવસથી ચડી આવેલા દુર્લભ પ્રજાતિના ઝરખ પશુનો આજે સવારે મૃતદેહ મળી આવતા હળવદ વનવિભાગની ટિમો બનાવ સ્થળે દોડી આવી છે અને મૃત ઝરખનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના ન્યાયમંદિર અને જીઆઇડીસી વિસ્તારમાં શનિવારની મોડીરાત્રીએ શેડ્યુલ વન કેટેગરીમાં આવતા દુર્લભ એવું ઝરખ જોવા મળતા લોકોમાં કુતુહલ સાથે શિકારી પશુના આંટાફેરાથી ગભરાટ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ શહેરી વિસ્તારમાં ઝરખ આવી ચડતા વનવિભાગે પણ ઝરખનું પગેરું દબાવ્યું હતું. દરમિયાન આજે સવારના સમયે હળવદ- અમદાવાદ હાઇવે ઉપર ત્રણ રસ્તા પાસેથી ઝરખનો મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,

- text

ઝરખનો મૃતદેહ મળી આવવા મામલે હળવદ વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી દલસુખભાઈ કામેજળીયાએ જણાવ્યું હતું કે શેડ્યુલ વન કેટેગરીમાં આવતા ઝરખના મૃત્યુને પગલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું કારણ જાણવામાં આવશે અને બાદમાં આગળની કાર્યવાહી થશે હળવદમાં મળી આવેલ ઝરખ પુખ્ત માદા હોવાનું અને હાલમાં ઝરખના મૃતદેહ ઉપર કોઈ ઇજાના નિશાન જોવા ન મળ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.

- text