લાયન્સ અને લિયો કલબ મોરબી સિટી દ્વારા નેત્રયજ્ઞ અને ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

- text


મોરબી : તાજેતરમાં લાયન્સ કલબ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં સહયોગથી સ્વ.જીજ્ઞાબેન સનતભાઇ સુરાણીનાં આત્મશ્રેયાર્થે ગોપાલભાઈ મોહનભાઈ ચારોલા અને સંતભાઈ સૂરાણીનાં સૌજન્યથી વિનામૂલ્યે 14મો નેત્રયજ્ઞ અને 8મો ઓર્થોપેડીક કેમ્પ વરિયા પ્રજાપતિ બોર્ડિંગ સો ઓરડી ખાતે યોજાયો હતો.

લાયન્સ કલબ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં સહયોગથી આયોજિત આ કેમ્પમાં આંખના વિભાગમાં 105દર્દીઓ અને ઓર્થોપેડીક વિભાગમાં 35 દર્દીઓએ લાભ લીધો હતો. મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાશજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા અને જેમને ઓર્થોપેડીકમાં વધુ સારવાર માટે જરૂર હોય તેમને મોરબીની આયુષ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

- text

કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઇ દેત્રોજા, ખજાનચી મણીલાલ કાવર, સેક્રેટરી ટી.સી. ફૂલતરીયા,લા. પ્રાણજીવનભાઈ રંગગપડિયા લા. એ. એસ.શુરાણી ,લિયો બંસી રૂપાલા સાથે વરિયા વિદ્યોતેજક મંડળનાં પ્રમુખ ગોકળભાઈ ભોરણિયા, કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા તેમજ પ્રજાપતિ સમાજના સર્વે સેવા ભાવી મિત્રો, પ્રોજેકટ ચેરમેન લા.રશ્મિકા રૂપાલા, લા.મહાદેવભાઈ ઉટવાડીયા, લા.બીરેન્દ્ર સિંહ રાઠોડ દ્વાર ખૂબ જહેમત ઉઠાવેલ હતી. આ સેવા યજ્ઞમાં લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશ રૂપાલા અને ક્લબના સેક્રેટરી ટી.સી.ફૂલતરિયાની યાદીમા જણાવેલ છે.

- text