શિક્ષકોનો નવતર પ્રયાસ : મોરબીની ગૌશાળા પ્રા. શાળામાં ‘રામાયણ ક્વિઝ’ યોજાય

- text


મોરબી : રામાયણ અને મહાભારતએ વિશ્વના મહાન અને સૌથી મોટા કાવ્યો છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. રામાયણએ તો આપણું જીવન દર્શન છે. રામાયણ આપણા સૌના જીવનમાં ત્યાગ, તપ, સહનશીલતા, ભાતૃભાવ, પરિવારભાવના, સત્ય, કરુણા, પતિવ્રત, મમત્વ જેવા ગુણો સાકારિત કરે છે. શાળા-કૉલેજ કક્ષાએ જ્ઞાન-વિજ્ઞાનની ક્વિઝનું આયોજન તો થતું હોય છે, ત્યારે રામાયણ દર્શનના ગુણો વિદ્યાર્થીકાળથી જ જીવનમાં ઉજાગર થાય તેવા ઉમદા આશય સાથે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ‘રામાયણ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ‘રામાયણ ક્વિઝ’ના પ્રારંભમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ કાલરિયાએ ‘રામાયણ ક્વિઝ’ને અનુરૂપ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ‘રામાયણ ક્વિઝ’માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને એસ.એમ.સી. શિક્ષણવિદ્ જતીનભાઈ વામજા તથા શિક્ષકગણના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

વાલીગણે હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ‘રામાયણ ક્વિઝ’ને સફળ બનાવવા શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા, મદદનીશ શિક્ષક અશોકભાઈ ફેફર, પ્રફુલભાઈ ફેફર, મનિષાબેન રાજપરા, ઉષાબેન ઝાલરીયા, યાજ્ઞિકભાઈ કાવરે જહેમત ઉઠાવી હતી. ‘રામાયણ ક્વિઝ’નું સફળ સંચાલન મદદનીશ શિક્ષક સંજય બાપોદરિયા તથા એસટીપી વર્ગના શિક્ષિકા પારૂલબેન કુંભરવાડિયાએ કર્યું હતું.

- text