મોરબી જિલ્લા ભાજપના યુવા મોરચાના ઝોન પ્રભારીઓની નિમણુંક

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપના યુવા મોરચાના ઝોન પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા સાથે પરામર્શ કરીને યુવા મોરચાના ઝોન પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં હળવદ શહેર-તાલુકા, વાંકાનેર શહેરના ઝોન પ્રભારી તરીકે તપનભાઈ દવે, મોરબી શહેર, માળીયા તાલુકો-શહેરના ઝોન પ્રભારી તરીકે શક્તિસિંહ જાડેજા અને મોરબી તાલુકો, ટંકારા તાલુકો, વાંકાનેર તાલુકાના ઝોન પ્રભારી તરીકે ચેતન ગૌસ્વામીની નિમણૂક કરવામાં આવી છે.

- text

- text