ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરાયું

- text


હળવદ : શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતા જ જરૂરિયાતમંદ તેમજ ઠંડીમાં ઠરતા લોકોને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરાયું હતું.

- text

હળવદ ફ્રેન્ડ્સ ગ્રુપના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી તહેવારો તેમજ ઋતુ પ્રમાણે લોકોની મદદરૂપ થવાના અનેક પ્રયાસો કરતા હોય છે તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા ની સાથે જ જે રોડ ઉપર સુતેલા લોકો હોય જેની પાસે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કોઈ ધાબળા કે કોઈ અન્ય વસ્તુ ન હોય તેવા લોકોને રાત્રિના સમયે સ્થળ પર જઈને વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 200 થી વધુ લોકોને આ વિતરણ કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધુ જરૂરીયાત મંદ લોકોને સુધી પહોંચી ને વિતરણ કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સાથે જ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જયા ખરેખર જરૂરિયાત છે તેવા વ્યક્તિને ધાબળા આપવામાં આવ્યા હતા ગ્રુપ દ્વારા અને રાત્રે 9 થી 1:00 વાગ્યા સુધી ફિલ્ડ વર્ક કરીને ગ્રુપ દ્વારા આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું હતું અને હજી પણ કાર્ય ચાલુ જ છે ત્યારે દરેક દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- text